Delhi Election 2025 Dates: દિલ્હીમાં 5 ફેબ્રુઆરી ના રોજ મતદાન, 8 ફેબ્રુઆરીએ ચુંટણી પરિણામ જાહેર થશે

Delhi Election 2025 Dates

Delhi Election 2025 Dates: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 તારીખ જાહેર. દિલ્હીમાં 5 ફેબ્રુઆરી ના રોજ મતદાન, 8 ફેબ્રુઆરીએ ચુંટણી પરિણામ જાહેર થશે.

Delhi Election 2025 Dates: ચૂંટણી પંચ (ECI) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં 5 ફેબ્રુઆરી 2025 ના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 8 ફેબ્રુઆરી 2025 ના રોજ મતગણતરી થશે.

ભારતીય ચૂંટણી પંચે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. જે મુજબ 5 ફેબ્રુઆરી રાજધાની દિલ્હીમાં મતદાન થશે. તમામ 70 બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. જેનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જણાવી દઇએ કે, 10 જાન્યુઆરીના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉપરાંત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી રહેશે. 18 જાન્યુઆરીના રોજ નામાંકનની ચકાસણી હાથ ધરાશે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20 જાન્યુઆરી રહેશે. 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

Delhi Election 2025 Dates

દિલ્હી વિધાનસભાની 70 સીટો માટે ચૂંટણી 5 ફેબ્રુઆરીના રોજ યોજવા જઈ રહી છે. જેમાં આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રેહશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. આ કિસ્સામાં, નવા ગૃહની રચના માટે તે પહેલાં ચૂંટણી યોજવી પડશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પરંપરાગત રીતે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે છે. આ વખતે પણ એક તબક્કામાં મતદાન થશે.

આ પણ ખાસ વાંચો:

રાષ્ટ્રીય રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી AAP અને વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. આમ આદમી પાર્ટી (AAP) સતત ત્રીજી વખત ચૂંટણી જીતવાનું લક્ષ્ય ધરાવે છે. ગત વખતે તેણે વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી 62 બેઠકો જીતી હતી. બાકીની બેઠકો ભાજપે જીતી હતી.

દિલ્હી વિધાનસભામાં જાદુઈ સંખ્યા 36 છે. ચૂંટણી પંચે દિલ્હી માટે નવી સુધારેલી મતદાર યાદી જાહેર કરી છે. છેલ્લા બે મહિનામાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર 2024માં કુલ મતદારોની સંખ્યા 1,53,57,529 હતી. જો કે, સંક્ષિપ્ત સુધારણા પછી, આ સંખ્યા વધીને 1,55,24,858 થઈ ગઈ છે, જેમાં ડિસેમ્બર 2024 સુધીમાં 1,67,329 નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment