Khel Ratna Award 2024: મનુ ભાકર અને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર ‘ખેલ રત્ન’થી સન્માનિત કરવામાં આવશે.
Khel Ratna Award 2024: પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર યુવા શૂટર મનુ ભાકર, ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ‘ખેલ રત્ન 2024’ એનાયત તેમજ 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે.
Khel Ratna Award 2024
યુવા બાબતો અને રમત મંત્રાલયે ગુરુવારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી. 17 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ આપવામાં આવશે.
ખેલ રત્ન એવોર્ડ 2024
#BreakingNews: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2024ની થઈ જાહેરાત
— DD News Gujarati (@DDNewsGujarati) January 2, 2025
ભારતના રાષ્ટ્રપતિ 17મી જાન્યુઆરી 2025ના રોજ આપશે એવોર્ડ
મનુ ભાકર, ડી ગુકેશ સહિત કુલ 4 ખેલાડીને મળશે ખેલ રત્ન એવોર્ડ #NationalSportsAwards #MajorDhyanChandKhelRatnaAward pic.twitter.com/PyH955PZz3
મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પેરા એથ્લેટ પ્રવીણ કુમારને ખેલ રત્ન આપવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
મનુએ ઓલિમ્પિક્સ 2024 ની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત માટે ધ્વજ લહેરાવ્યો એટલું જ નહીં પરંતુ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. પેરિસ ઓલિમ્પિકમાં આ બેવડી સફળતા તેને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ ગઈ.
1 | જ્યોતિ યારાજી | એથ્લેટિક્સ |
2 | અનુ રાની | એથ્લેટિક્સ |
3 | નીતુ | બોક્સિંગ |
4 | સ્વાતિ | બોક્સિંગ |
5 | વંતિકા અગ્રવાલ | ચેસ |
6 | સલિકા તેતે | હોકી |
7 | અભિષેક | હોકી |
8 | સંજય | હોકી |
9 | જરમીનપ્રિત સિંહ | હોકી |
10 | સુખજીત સિંહ | હોકી |
11 | રાકેશ કુમાર | પેરા તીરંદાજી |
12 | પ્રીતિ પાલ | પેરા એથ્લેટિક્સ |
13 | જીવંજી દીપ્તિ | પેરા એથ્લેટિક્સ |
14 | અજીત સિંહ | પેરા એથ્લેટિક્સ |
15 | સચિન ખિલારી | પેરા એથ્લેટિક્સ |
16 | ધરામ્બીર | પેરા એથ્લેટિક્સ |
17 | પ્રણવ સૌરમા | પેરા એથ્લેટિક્સ |
18 | એચ હોકાતો સેમા | પેરા એથ્લેટિક્સ |
19 | સિમરન | પેરા એથ્લેટિક્સ |
20 | નવદીપ | પેરા એથ્લેટિક્સ |
21 | નીતિશ કુમાર | પેરા બેડમિન્ટન |
22 | થુલાસિમાથી મુરુગેશન | પેરા બેડમિન્ટન |
23 | નિથિયા શ્રી સુમાથી | પેરા બેડમિન્ટન |
24 | મનીષા રામદાસ | પેરા બેડમિન્ટન |
25 | કપિલ પરમાર | પેરા જુડો |
26 | મોના અગ્રવાલ | શૂટિંગ |
27 | રૂબિના ફ્રાન્સિસ | શૂટિંગ |
28 | સ્વપ્નિલ સુરેશ કુસાલે | શૂટિંગ |
29 | સરબજોત સિંહ | શૂટિંગ |
30 | અભય સિંહ | સ્ક્વેશ |
31 | સાજન પ્રકાશ | સ્વિમિંગ |
32 | શાંતિ | રેસલિંગ |
ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુકેશે ગયા મહિને 12મી ડિસેમ્બરના રોજ ચેસમાં યુથ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવીને આ ખિતાબ જીત્યો હતો, તે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.