Ahmedabad Flower Show 2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શો ની ભવ્ય શરૂઆત થશે, પ્રાઈમ ટાઈમમાં મુલાકાત લેવી હોય તો ચુકવવા પડશે વધુ રૂપિયા.
Ahmedabad Flower Show 2025: 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાશે. જે 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ફ્લાવર શો ની શરૂઆત 1 જાન્યુઆરીથી થવાનો હતો પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો, જે પછી તમામ કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ફ્લાવર શો પણ સામેલ હતો. જેમાં આ અંગે એએમસીએ તારીખ લંબાવવાની જાહેરાત કરી હતી. ફ્લાવર શો 2025માં રૂપિયા 15 કરોડ ખર્ચ થશે.
Ahmedabad Flower Show 2025
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો (Flower show)નું આયોજન કરવામાં આવતું હોય છે. જે ચાલુ વર્ષે ફ્લાવર શોનું ખાસ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દર વર્ષે શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ફ્લાવર શોનો હર્ષો ઉલ્લાસ સાથે આનંદ લેવા પહોંચે છે. જેને ધ્યાનમાં રાખીને આ વખતે પણ અલગ થીમ પર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે.
અમદાવાદ ફ્લાવર શો 2025
અમદાવાદીઓને ફલાવર શો ની સાથે નાઈટ ફલાવર પાર્કનું મળશે નજરાણું
— DD News Gujarati (@DDNewsGujarati) January 2, 2025
અમદાવાદ રિવરફ્રન્ટ પર અંદાજે 3 કરોડના ખર્ચે તૈયાર કરાયો નાઈટ ફલાવર પાર્ક
ફ્લાવર શો બાદ નક્કી કરાશે ગ્લો ગાર્ડનની ફી#Riverfront #Flowershow pic.twitter.com/xQacwQYn4A
Ahmedabad Flower Show 2025 Ticket Rate
ફલાવર શો-2025 જોવા માંગતા મુલાકાતીએ સોમથી શુક્રવાર રુપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રુપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકિટ દર રાખવામાં આવ્યા છે.
આ પણ ખાસ વાંચો:
નાઈટ ફ્લાવર પાર્ક હોવાની નાગરિકો પાર્કની રાત્રે મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત જંગલની થીમમાં બનાવાયેલા પાર્કમાં 40થી વધુ પ્રાણીઓ અને કાર્ટુન કેરેક્ટરના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે. આખા પાર્કમાં ડાન્સિંગ ફ્લોર સહિત વિવિધ લાઈટ અને ટનલ જેવા લાઇટિંગ શોના પ્રકલ્પો મુકાયા છે. ફ્લાવરશોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરુપમાં આપી શકે એ માટે કયુઆર કોડ સિસ્ટમ રાખવામાં આવશે.