Kho Kho World Cup 2025 Schedule: ભારત અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ યોજાશે. ખો-ખો વર્લ્ડ કપની શરૂઆત 13 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 7 વાગ્યે થશે.
Kho Kho World Cup 2025 Schedule: ખો ખો વર્લ્ડ કપ 2025ની શરૂઆત ઈન્દિરા ગાંધી ઇન્દોર સ્ટેડિયમમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચ સાથે થશે. ખો-ખો વર્લ્ડ કપ આયોજક સમિતિના અધ્યક્ષ સુધાંશુ મિત્તલે જણાવ્યું હતું કે મહિલા વર્ગની ફાઇનલ મેચ 19 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અને પુરુષોની ફાઇનલ મેચ 19 જાન્યુઆરીએ રાત્રે 8.15 કલાકે ઇન્દિરા ગાંધી ઇન્દોર સ્ટેડિયમમાં યોજાશે.
ભારતની માટીની રમત ખો ખોનું પ્રથમવાર વૈશ્વિક સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી આ રમતની કોઈ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નથી. ખો-ખો વર્લ્ડ કપનું આયોજન ભારતમાં પ્રથમવાર થવાનું છે. ખો-ખો વર્લ્ડ કપ નવી દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના ઘણા દેશો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું આયોજન મહિલા અને પુરૂષ બંને કેટેગરીમાં કરવામાં આવશે. ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા તેનું આયોજન ભારતીય યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગથી કરી રહ્યું છે. ભારત આ સ્વદેશી રમત ‘ખો ખો’ને વૈશ્વિક મંચ પર લાવવા માંગે છે.
Kho Kho World Cup 2025 Schedule
🚨 #GiveawayAlert 🚨
— Kho Kho World Cup India 2025 (@Kkwcindia) December 31, 2024
Hold onto your hats – the Kho Kho giveaway is coming in hot 🔥
Follow us for updates! pic.twitter.com/WTl1kLyM6k
પુરૂષ અને મહિલા ટીમોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. મેન્સ ટીમની ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત, નેપાળ, પેરુ, બ્રાઝિલ અને ભૂટાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા, ઘાના, આર્જેન્ટિના, નેધરલેન્ડ અને ઈરાનને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ કોરિયા, યુએસએ અને પોલેન્ડને ગ્રુપ સીમાં જ્યારે ઈંગ્લેન્ડ, જર્મની, મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને કેન્યાને ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યા છે.
આ પણ ખાસ વાંચો:
ખો-ખો વર્લ્ડ કપ આયોજક સમિતિના અધ્યક્ષ સુધાંશુ મિત્તલે જણાવ્યું હતું કે ભારત, ઈરાન, મલેશિયા અને દક્ષિણ કોરિયાને મહિલા વર્ગમાં ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેન્યા, યુગાન્ડા અને નેધરલેન્ડને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. નેપાળ, ભૂટાન, શ્રીલંકા, જર્મની અને બાંગ્લાદેશને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યા છે જ્યારે દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, પેરુ અને ઈન્ડોનેશિયાને ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યા છે.
સુધાંશુ મિત્તલે જણાવ્યું કે આ વર્લ્ડ કપમાં 20 દેશો મહિલા અને પુરૂષ વર્ગમાં કુલ 90 મેચ રમશે. પુરૂષો અને મહિલા વર્ગમાં ક્વાર્ટર ફાઈનલ 17 જાન્યુઆરીએ 16 ટીમો વચ્ચે રમાશે જ્યારે પુરૂષ અને મહિલા વર્ગમાં સેમી ફાઈનલ 18 જાન્યુઆરીએ 8 ટીમો વચ્ચે યોજાશે. 19 જાન્યુઆરીએ 4 ટીમો વચ્ચે મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં ફાઇનલ રમાશે.