મહાકાલી ધામ બોટાદ: પાવાગઢ ખાતે 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું અતિભવ્ય આયોજન

મહાકાલી ધામ બોટાદ

મહાકાલી ધામ બોટાદ: 51 શક્તિપીઠમાનું વિશ્વ વિખ્યાત પાવાગઢ ખાતે શ્રી મહાકાલીમાંના સાનિધ્યમાં 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મહાકાલી ધામ બોટાદ: જેમાં આજે 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું અતિભવ્ય આયોજનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો અને દિલ્હીથી પધારેલ મેહમાન આલોકજી દ્વારા આજે સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. આ 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન પરમ પૂજ્ય ભાવેશબાપુ શુક્લ અને તેમના શિષ્ય પરિવાર વાર દ્વારા કરવામાં આવેલ છે.

મહાકાલી ધામ બોટાદ
મહાકાલી ધામ બોટાદ: પાવાગઢ ખાતે 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું અતિભવ્ય આયોજન 2

1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનો પ્રારંભ માગશર વદ 8 ને તારીખ 23.12.24 ને સોમવારથી થયો છે. અને જેની પૂર્ણાહુતી તારીખ 31.12.2024 ના રોજ છે.

આ પાવન કથાનો આજે છઠ્ઠો દિવસ હતો અને આજે મહાકાલીમાંનું પ્રાગટ્ય તેમજ વિવિધ અવસર ઉજવવામાં આવ્યા હતા. આ નવ દિવસીય કથા અને મહાયજ્ઞનું આયોજન હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને વક્તાશ્રી પરમ પૂજ્ય ભાવેશબાપુ શુક્લ બિરાજેલ છે.

કથા પ્રારંભના દિવસે પૂજ્ય ભાવેશબાપુ દ્વારા મહાકાળી મંદિરથી 1008 પોથી યજમાન દ્વારા પૂજા અર્ચના કરીને નીચે લાવવામાં આવી હતી અને તેની અતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તમામ શિષ્યો અને આમંત્રિત મેહમાનોએ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો હતો.

આ પણ ખાસ વાંચો:

પાવાગઢ ખાતે 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનાં મુખ્ય પોથીના યજમાન શ્રી રાજેશભાઈ ઠાકરશીભાઈ ગોરજીયા (અમદાવાદ) ના છે તેમજ અન્ય ની વાત કરીએ તો શ્રી સવિતાબેન ધનજીભાઈ જાંબુકિયા (ધંધુકા), શ્રી મનહરભાઈ ડાયાભાઇ ધંધુકિયા (ધંધુકા), શ્રી હાલુભા રણજીતસિંહ ચુડાસમા (જસ્કા) છે. ટોટલ 1008 પોથીના યજમાન છે.

મહાકાલી ધામ બોટાદ પાવાગઢ ખાતે 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું અતિભવ્ય આયોજન

જો તમે પણ આ 1008 પોથી શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન કરવા માંગતા હોય તો તમે તેનું લાઈવ પ્રસારણ મહાકાલીધામ બોટાદની YouTube ચેનલ પરથી નિહાળી શકશો, તેમજ જો તમે રૂબરૂ જવા માંગતા હોય તો તમને અમે સરનામું પણ જણાવી દઈએ છીએ.

કથા સ્થળ: સેવક ફાર્મ, આઈ.ટી.આઈ. ની બાજુમાં, ચાંપાનેર રોડ, મુ.પાવાગઢ – ચાંપાનેર, જી.પંચમહાલ.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment