Sikandar Teaser: સલમાન ખાનના ફેન જે ક્ષણની રાહ જોઇને બેઠા હતા અંતે તે આવી ગઈ. ‘સિકંદર’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું, સલમાન ખાન એક ડાયલોગ બોલીને છવાઈ ગયો.
Sikandar Teaser: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ના ટીઝરની રિલીઝ ડેટ બે વાર બદલવામાં આવી હતી અને હવે આખરે જાહેર કરવામાં આવી છે. મનમોહન સિંહના નિધન બાદ ફિલ્મ નિર્માતાએ સલમાન ખાનની ફિલ્મ “સિકંદર” નું ટીઝર મોકૂફ રાખ્યું હતું. હવે ‘સિકંદર’નું ટીઝર 28મી ડિસેમ્બરે સાંજે 4 વાગે રિલીઝ કરવામાં આવ્યું છે.
સલમાન ખાને તેમના જન્મદિવસ 27 ડિસેમ્બરના રોજ Film Sikandar ના Teaser ને રિલીઝ કરવાની માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી શેર કરી હતી. પરંતુ ગઈકાલે ડૉ. મનમોહન સિંહનું નિધન થયું હોવાને કારણે, તેમણે ફિલ્મ સિંકંદરના Teaser ને રિલીઝ કર્યું ન હતું. તો આજરોજ ભાઈજાને Film Sikandar નું Teaser રિલીઝ કર્યું છે. લોકો આ ફિલ્મના Teaser ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
Sikandar Teaser Launch
આ ટીઝર 1 મિનીટ અને 41 સેકેન્ડનું છે જેમાં સલમાન ખાનની ધાસુ એન્ટ્રી બતાવવમાં આવી છે. અને એક ડાયલોગ બોલતા જોવા મળી રહ્યો છે. “સાંભળ્યું છે કે ઘણા લોકો મારી પાછળ પડ્યા છે. બસ મારા પાછળ ફરવાની જ રાહ છે.” તે પછી તેનો સ્વેગ દેખાય છે. જે બાદ તે હાથમાં રાઈફલ લઈને દુશ્મનોને ખતમ કરતો જોવા મળે છે.
આ પણ ખાસ વાંચો:
આ ટીઝરમાં સલમાનની દમદાર એન્ટ્રી, એક લાઈનનો ડાયલોગ અને દુશ્મનો સાથેની થોડી સેકન્ડની લડાઈ સિવાય બીજું કંઈ નથી. રશ્મિકા મંદન્ના અને સત્યરાજ પણ આ ફિલ્મનો ભાગ છે. જોકે ટીઝરમાં કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમાં માત્ર સલમાન ખાન જ દેખાયો છે.
આ ટીઝર જોઇને ચોક્કસ રીતે ફેંસ મંત્રમુગ્ધ થઇ જશે. કારણ કે અદભુત વિઝ્યુઅલ્સ, જબરદસ્ત એક્શન અને ઇલેક્ટ્રિફાઇંગ બેકગ્રાઉન્ડ સ્કોરને શેર કરવામાં આવ્યો છે, જેના કારણે એક પાવરફૂલ ટીઝર દેખાઇ છે. સાથે મનોહર મ્યૂઝિક અને બીટ્સ એ ફિલ્મને વધુ મનોરંજન બનાવે છે.