IND Vs AUS 4th Test Day 3: નીતીશ રેડ્ડીએ પ્રથમ ફિફ્ટી કરીને પુષ્પા સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન

IND Vs AUS 4th Test Day 3

IND Vs AUS 4th Test Day 3: મેલબોર્નમાં રમાઈ રહેલ ભારત Vs ઓસ્ટ્રેલીયા ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે નીતીશ રેડ્ડીએ પ્રથમ ફિફ્ટી ફટકારીને પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું.

IND Vs AUS 4th Test Day 3: ભારતીય ટીમ પર રમતના બીજા દિવસે ફોલોઓનનો ખતરો તોળાઈ રહ્યો હતો, જે નીતીશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની ઇનિંગથી દુર થઇ ગયો છે. જો કે બોક્સિંગ ટેસ્ટના ત્રીજા દિવસે પણ ભારતની ખરાબ શરૂઆત થઇ હતી.

ટેસ્ટના ત્રીજા દિવસે ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાએ ભારતીય ઈનીંગની શરૂઆત કરી હતી જેમાં તેમના દ્વારા થોડા આકર્ષક શોર્ટ રમ્યા હતા ત્યારબાદ ઋષભ પંત લેપ શોટ રમવાના ચાક્કરમાં પોતાની વિકેટ ખોઈ બેઠો હતો, જે આ સમયે કોઈ જરૂર હતી નહિ. ઋષભ પંતે 37 બોલમાં 28 રન બનાવ્યા હતા અને સ્કોટ બોલેંન્ડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ક્રીઝ પર નીતીશ રેડ્ડી ઉતર્યો હતો. પંતના આઉટ થયા બાદ રવીન્દ્ર જાડેજા પણ કઈ ખાસ કરી શક્યો ન હતો અને 51 બોલમાં 17 રન બનાવીને નાથન લાયનનો શિકાર બન્યો હતો.

IND Vs AUS 4th Test Day 3

ત્યારબાદ ક્રીઝ પર રહેલા નીતીશ રેડ્ડી અને વોશીંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલીયા ટીમ માટે સરદર્દ બની ગયા. અને નીતીશ રેડ્ડીએ પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ ફિફ્ટી બનાવીને પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું. આ બન્ને ખેલાડીએ ઓસ્ટ્રેલીયાના બોલરના નાકમાં દમ કરી દીધો હતો. નીતીશ રેડ્ડીનો પૂરો સાથ વોશિંગ્ટન સુંદરે આપ્યો હતો. વોશિંગ્ટન સુંદરે પણ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. પહેલા દાવ માટે નીતિશ અને વોશિંગટન સુંદર વચ્ચે સૌથી મોટી પાર્ટનરશીપ પણ બની ગઈ છે.

આ પણ ખાસ વાંચો:

નીતિશ કુમાર રેડ્ડીએ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે સાબિત કર્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં તેને પસંદ કરીને પસંદગી સમિતિએ યોગ્ય નિર્ણય લીધો હતો. નીતિશે મેલબોર્નમાં ફિફ્ટી ફટકાર્યા બાદ ચાહકો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment