BZ Scam: BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલા મહેસાણાના દવાડાથી ઝડપાયો

BZ Scam

BZ Scam: BZ Group Scam નો મુખ્ય આરોપી આરોપી ભુપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણાના દવાડાથી ઝડપી પાડવામાં આવ્યો છે.

BZ Group Scam: ગુજરાતનો મહાઠગ એટલે ભુપેન્દ્ર ઝાલાને પકડવામાં સીઆઇડી ક્રાઇમને મોટી સફળતા મળી છે. ગુજરાતમાં પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા (BZ Group) બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવાયો છે.

ગુજરાતની જનતાને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં આજે મહેસાણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. સીઆઈડી ક્રાઈમ દ્વારા શંકાસ્પદ સંપર્કવાળા લોકોની તપાસ કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે સર્ચ કરી સીઆઇડ઼ી ક્રાઇમે તેને ઝડપી લીધો હતો.

BZ Scam: મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલા મહેસાણાના દવાડાથી ઝડપાયો

આ અંગે પત્રકારો સાથે વાત કરતાં આઇજી સીઆઇડી ક્રાઇમ પરીક્ષીતા રાઠોડ઼ે કહ્યુ હતું કે ભુપેન્દ્ર ઝાલા આ સ્કેમ બહાર આવતાજ લાંબા સમયથી ફરાર હતો. જેને આજે મહેસાણાના દવાડા ગામથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની હાલમાં પુછપરછ ચાલી રહી છે. તેમને એમ પણ જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી ફરાર ભુપેન્દ્ર ઝાલાને પકડવા માટે ટેકનીકલ સર્વેલન્સના આધારે કામગીરી ચાલી રહી હતી.

તે મહેસાણાના દવાડા ગામના કોઇ ફાર્મ હાઉસમાં છુપાયો હોવાની માહિતીને આધારે તેને ઝડપી લેવાયો હતો. જેના નાણા ફસાયેલા છે તેવા ભોગ બનનાર લોકો ફરિયાદ આપી શકે છે. BZ ફાઇનાન્સ સર્વિસ ના ચીટીંગ બાબતે પોતાની ફરિયાદ આપી શકે છે. લોકો ના 95 કરોડ રૂપિયા ચૂકવવા ના બાકી હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે. સીઆઇડી ક્રાઇમ મિલકતો ટાંચ માં લઇ ભોગ બનનાર ના નાણા પરત કરવા માં આવશે.વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે તેના ભાઈ ને પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો:

6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી.

BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment