Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન

Manmohan Singh Passes Away

Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન. દિલ્હી AIIMSમાં 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Former prime minister Dr Manmohan Singh passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

Manmohan Singh Passes Away

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે લગભગ 8 વાગ્યે તેમને AIIMS (Delhi AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મનમોહન સિંહની તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી પરત ફરી રહ્યા છે. કોંગ્રેસે આવતીકાલે યોજાનારી બેલગાવીમાં પોતાની રેલી રદ કરી દીધી છે.\

આ પણ ખાસ વાંચો:

મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) સરકારના વડાપ્રધાન હતા. 1991-96 દરમિયાન જ્યારે દેશમાં વ્યાપક આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પી.વી. નરસિંહરાવના નેતૃત્વવાળી સરકારમાં નાણાં મંત્રી તરીકે પણ સેવા આપી છે.

પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન

મનમોહન સિંહનો જન્મ 1932માં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ભાગ છે તેમાં થયો હતો. નરસિંહરાવની આગેવાની હેઠળની સરકાર દરમિયાન એલપીજી (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) સુધારાના મુખ્ય ઘડવૈયા તરીકે તેમને શ્રેય આપવામાં આવે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment